૧૦ સરકારી બેન્કોના વિલયની જાહેરાત બાદ મોદી સરકારે આર્થિક સંકટમાં સપડાયેલી IDBI બેન્કને ઉગારવાનો નિર્ણય લીધો છે અને એમાં ૯,૨૯૬ કરોડ રૂપિયાના બેલ-આઉટ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ કેન્દ્ર સરકાર અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) દ્વારા કાઢવામાં આવશે.
કેન્દ્રીય કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ મંગળવારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ જાણકારી આપતાં કહ્યું હતં કે IDBI બેન્ક માટે કેન્દ્ર સરકાર ૪,૫૫૩ કરોડ રૂપિયા અને એલઆઈસી ૪,૭૪૩ કરોડ રૂપિયા આપશે. એવી આશા છે કે સરકારના આ પગલાથી IDBI બેન્કની આવકમાં પહેલા વર્ષે ૫૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે.