અમેરિકાના ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઈડા વાવાઝોડાંએ તરખાટ મચાવ્યો છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા, કનેક્ટિકટ સહિતના રાજ્યોમાં ૨૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. વાવાઝોડાંમાં બે વર્ષના બાળક સહિત નવ લોકોનાં મોત થયા હતા. ૫૦૦ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.
ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. ન્યૂયોર્કમાં સૌથી વધુ વરસાદ પડયો હતો. પાંચ કલાકમાં એટલો વરસાદ ખાબક્યો હતો કે તેમાંથી ઓલિમ્પિક મેદાનની સાઈઝના ૫૦ હજાર સ્વીમિંગ પૂલ ભરાઈ શકે! ગવર્નરે ઈમરજન્સી જાહેર કરી હતી અને પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૃ કરાયું હતું.