કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને CICSE બોર્ડે ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી છે. ધોરણ 12ની પરીક્ષાઓ ગત આદેશ પ્રમાણે જ થશે. પરીક્ષાઓ ઓફલાઈન થશે. અત્રે જણાવવાનું કે અગાઉ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી. નોંધનીય છે કે ICSE ની ધોરણ 10ની પરીક્ષાઓ 4 મેથી શરૂ થવાની હતી. આ અગાઉ ICSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. બોર્ડે કહ્યું હતું કે સ્થિતિની સમીક્ષા બાદ 12મા ધોરણની પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જૂનમાં નવી પરીક્ષા તારીખોની જાહેરાત થઈ શકે છે.