ભારતમાં કોરોના મહામારી નવેમ્બરના મધ્યમાં તેના પીક પર પહોંચી શકે છે, જે દરમિયાન ICU બેડ અને વેન્ટિલેટર ની અછત થઈ શકે છે. ધ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સ્ટડીમાં આ વાત જણાવવામાં આવી છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં લોકડાઉનને કારણે કોરોના મહામારીને ટોચ પર પહોંચવામાં વિલંબ થયો છે જેનાથી સ્વાસ્થ્ય વ્યવસ્થાને તૈયારીઓ કરવામાં મદદ મળી છે.
સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉનથી સંક્રમણના કેસની સંખ્યામાં 69થી 97 ટકાનો ઘટાડો થયો છે જેનાથી સ્વાસ્થ્ય પ્રણાલીને સંસાધન એકત્ર કરવામાં અને ઈન્ફ્રાસ્ટ્રકચર્સને મજબૂત કરવામાં મદદ મળશે. આ મહામારી નવેમ્બર સુધી તેના પીક પર પહોંચી શકે છે. ત્યારૂબાદ 5.4 મહિના માટે આઈસોલેશન બેડ, 4.6 મહિના માટે ICU બેડ અને 3.9 મહિના માટે વેન્ટિલેટરની અછત થશે.