દિલ્હી ખાતેની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી (IIT)એ કોરોના વાયરસ બીમારીની તપાસ માટેની કિટ તૈયાર કરી છે. જેને ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ રિસર્ચ (ICMR)ની મંજૂરી મળી ગઈ છે. IIT- દિલ્હી દ્વારા વિક્સિત કરવામાં આવેલ આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે. જેથી દેશની મોટી જનસંખ્યાને તેનો લાભ મળી શકશે.
IIT- દિલ્હી દ્વારા પૉલીમરાઈઝ ચેન રિએક્શન (PCR) વિધિથી તૈયાર કરવામાં આવેલ તપાસની પદ્ધતિને ICMRએ મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે, અગાઉ ચીન પાસેથી મળેલી તપાસ કિટોમાં પ્રાપ્ત પરિણામોમાં ગરબડ આવવાના કારણે તેના દ્વારા થતી તપાસ પર IMCR દ્વારા રોક લગાવાઈ હતી. IITના નિષ્ણાતો દ્વારા વિક્સિત કરવામાં આવેલી આ પદ્ધતિથી તપાસનું ચોક્કસ પરિણામ મળળે અને ખર્ચો પણ ઓછો આવશે. જણાવી દઈએ કે, IIT- દિલ્હી પ્રથમ એકેડેમિક સંસ્થા છે, જેના દ્વારા PCR વિધિથી વિકસિત કરવામાં આવેલ તપાસની પદ્ધતિને ICMRએ મંજૂરી આપી છે.