ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે માયલેબ ડિસ્કવરી સૉલ્યૂશન્સ દ્વારા બનાવવામાં આવેલ બીજી રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. આ પ્રથમ ભારતીય કિટ છે, જેને મંજૂરી મળી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં બનાવવામાં આવેલી પ્રથમ રેપિટ એન્ટીજન કિટનું નામ “પૈથોકૈચ કોવિડ-19” રાખવામાં આવ્યું છે. આ કિટની કિંમત 450 રૂપિયા રાખવામાં આવી છે. માયલેબ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમરેજ ચેઈન રિએક્શન ટેસ્ટ કિટ પ્રથમ ભારતીય કિટ હતી જેને ICMR તરફથી મંજૂરી મળી હતી.
સમગ્ર દેશમાં દર્દીઓના ટેસ્ટિંગ અને સારવાર માટે એન્ટીજન બેઈસ્ડ ટેસ્ટ કીટ સાથે rRT-PCRનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેપિટ એન્ટીજન ટેસ્ટ rRT-PCR કરતાં વધારે શ્રેષ્ઠ છે. એન્ટીજન ટેસ્ટ કિટનું પરિણામ 30 મિનિટમાં આવે છે. જ્યારે rRT-PCRમાં લગભગ 5 કલાક બાદ રિપોર્ટ આવે છે. આ પ્રક્રિયાને કરવા માટે લેબોરેટરીની જરૂરિયાત નથી રહેતી, જ્યારે rRT-PCR ટેસ્ટિંગ કિટમાં લેબની આવશ્યક્તા રહે છે.