ICICI બેન્કે પોતાના ગ્રાહકો માટે એક ખાસ પ્રકારની સુવિધાની શરૂઆત કરી છે. જો તમારા બેન્ક ખાતામાં પૈસા નથી અને તમારી પાસે ક્રેડિટ કાર્ડ પણ નથી તો પણ તમે ઓનલાઈન કે ઓફલાઈન મર્ચંટને પેમેન્ટ કરી શકો છો. બેન્કે તેના માટે પે લેટર અકાઉન્ટ લોન્ચ કર્યુ છે. બેન્કની આ નવી સર્વિસ ક્રેડિટ કાર્ડ જેવી જ છે.