ખાનગી ક્ષેત્રની બૅન્ક આઈસીઆઈસીઆઈ બૅન્કે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બૅન્ક દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઝીરો બેલેન્સ ખાતા ધારકોને 16 ઓક્ટોબરથી બૅન્ક શાખામાંથી રોકડ ઉપાડવા માટે 100 રૂપિયાથી લઈને 125 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જો આ એકાઉન્ટ ધારકો બૅન્ક શાખામાં મશીન દ્વારા રોકડ રકમ જમા કરે છે, તો તેઓએ આ માટે પણ ફી ચૂકવવી પડશે.
આઈસીઆઈસીઆઈ બૅન્કે શુક્રવારે રાત્રે તેના ખાતાધારકોને નોટિસ ફટકારી હતી, 'અમે ગ્રાહકોને ડિજિટલ મોડમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જે ડિજિટલ ઇન્ડિયા પહેલને વેગ આપશે'
બૅન્કે મોબાઇલ બેન્કિંગ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા થનારી એનઇએફટી, આરટીજીએસ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લગાવવામાં આવેલા તમામ ચાર્જિસને નાબૂદ કર્યા છે.
આઈસીઆઈસીઆઈ બૅન્કની શાખામાંથી 10,000 રૂપિયાથી 10 લાખ રૂપિયા ઉપાડવા માટે ગ્રાહકોને 2.25 થી 24.75 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આઈટીઆઈસીઆઈ બૅન્કની કોઈપણ શાખામાંથી રૂ. 2 લાખથી લઇને 10 લાખ રૂપિયા સુધી આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે 20 થી 45 રૂપિયાનો ચાર્જ લેવો જરૂરી છે. આ સિવાય તેમને આ ચાર્જ પર ગુડ્ઝ ટેક્સ (જીએસટી) પણ ચૂકવવો પડશે.
બૅન્ક તેમના ઝીરો બેલેન્ચ ખાતા ધારકોને રિક્વેસ્ટ કરી છે કે તેમના એકાઉન્ટને કોઇપણ અન્ય બેસિક એકાઉન્ટમાં બદલો, જો તે આમ નહીં કરે તો તેમના એકાઉન્ટને બંધ કરે.