હિંદુસ્તાન યુનિલીવરે અમૂલ સામે મુંબઈ હાઈકોર્ટમાં દાવો માંડ્યો. તેમાં વાડીલાલ પણ જોડાયું. ફરિયાદ છે કે અમૂલ આઈસ્ક્રીમની ટી.વી. જાહેરાત લોકોને ગેરમાર્ગે દોરે છે. જાહેરાત મુજબ અમૂલ આઈસ્ક્રીમ રિઅલ મિલ્કમાંથી, જ્યારે બીજા ફ્રોઝન ડેઝર્ટમાંથી બને છે. આમ ફ્રોઝન ડેઝર્ટને હલકું ચીતરાયું છે.HULના મતે અમારા ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિ તેલ નહીં, દૂધ કે દૂધનું સોલિડ ફોર્મ છે, જે તંદુરસ્તી વધારે છે.