2007માં ભારતીય ટીમને T-20 વર્લ્ડ કપ જીતાડનાર ફાસ્ટ બોલર જોગિંદર શર્મા હવે લોકોને કોરોનાવાઇરસથી બચાવવા રોડ પર ઉતર્યો છે. તે હરિયાણા પોલીસ હિસારમાં DCP છે. આ સમયે જોગિંદર લોકડાઉનનું પાલન કરવા અને કોરોનાથી બચવા લોકોને ઘરે રહેવાની અપીલ કરે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેના કામના વખાણ કરતા ટ્વીટર પર જોગિંદરનો ફોટો શેર કરીને તેને રિયલ વર્લ્ડ હીરો કહ્યો હતો.
જોગિંદરે છેલ્લી ઓવર નાંખી ઇતિહાસ સર્જ્યો
2007ના T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે જોગિંદરે છેલ્લી ઓવર નાખી હતી. આ ઓવરમાં પાકિસ્તાનને મેચ જીતવા માટે 13 રનની જરૂર હતી અને તેના 9 ખેલાડીઓ આઉટ થયા હતા. જોગિંદરે શાનદાર બોલિંગ કરતાં 7 રન આપીને છેલ્લી વિકેટ લઈને મેચ જીતાડી હતી. મેચમાં જોગિન્દરે 3.3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.