પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝનો ૨-૦થી વ્હાઇટવોશ કરવાની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ટેસ્ટ રેન્કિંગમાં ભારતને ૧ પોઇન્ટને ફાયદો થયો છે અને તેણે ૧૧૬ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બીજી તરફ ટેસ્ટ, વન-ડે રેન્કિંગમાં વિરાટ કોહલી ટોચના સ્થાને બરકરાર છે. ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીના ૯૩૫ જ્યારે વન-ડે રેન્કિંગમાં ૮૮૪ પોઇન્ટ છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ડેબ્યુ ટેસ્ટશ્રેણીમાં પ્રભાવશાળી દેખાવ સાથે ૧૮ વર્ષીય પૃથ્વી શો બેટ્સમેનોના ટેસ્ટ રેન્કિંગમાં ૬૦મા સ્થાને આવી ગયો છે જ્યારે રિષભ પંત ૬૨મા ક્રમે છે. ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં જેમ્સ એન્ડરસન ટોચના સ્થાને છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં પ્રભાવશાળી દેખાવ સાથે ઉમેશ યાદવે કારકિર્દીમાં પ્રથમ વાર ટોપ-૨૫માં સ્થાન હાંસલ કર્યું છે.