વર્લ્ડ કપ 2023 (World Cup 2023) આગામી 5 ઓક્ટોબરથી શરુ થવા જઈ રહ્યો છે. તો ICCએ વર્લ્ડ કપ માટેની પ્રાઈઝ મનીનું એલાન કરી દીધુ છે. જેમા વર્લ્ડ કપ જીતનારી ટીમને 4 મિલિયન અમેરિકી ડોલરનું ઈનામ મળશે. જ્યારે ફાઈનલ મેચમાં હારનારી એટલે રનર અપ ટીમને 2 મિલિયન અમેરિકી ડોલર મળશે.
જો ભારતીય રુપિયામાં આ પ્રાઈઝ મનીની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને લગભગ 33 કરોડ 17 લાખ મળશે. જ્યારે ફાઈનલમાં હારનારી ટીમને 16 કરોડ 28 લાખ રુપિયાની પ્રાઈઝ મની મળશે. વર્લ્ડ કપના એક ગ્રુપમાં મેચ જીતવા પર 40 હજાર ડોલર મળશે. જ્યારે ગ્રુપ સ્ટેજ પછી બહાર થનારી ટીમને 1 લાખ ડોલર મળશે.