પાકિસ્તાનના સ્પિનર શાદાબ ખાન ઉપર ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 દરમિયાન ઘણી નજર છે. આ યુવા બોલર પાકિસ્તાન માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. તે કેટલાક વર્ષો પહેલા પોતાના ગામની ગલીઓમાં ક્લબ ક્રિકેટ રમતો હતો. જોકે પોતાની શાનદાર મહેનત અને સખત પ્રેક્ટિસના કારણે તેણે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન બનાવ્યું હતું અને ટીમનું અભિન્ન અંગ બની ગયો છે. મહત્વનું છે કે શાદાબ હાલમાં T-20 બોલિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે.
શાદાબ ખાનને પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને 1992ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાને તેના હુનરને ઓળખી કાઢ્યું હતું. ઇમરાન ખાને પાકિસ્તાન ટીમ ઇંગ્લેન્ડ રવાના થઈ તે પહેલા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ સાંભળી પાકિસ્તાનના કોચ મિકી આર્થર અને બાકી ખેલાડીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.