ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમની 44 રનથી શાનદાર જીત થઈ છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 249 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં માત્ર 205 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ. જોકે, બંને ટીમો પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે આ મેચની વિજેતા ટીમ ભારતનો સામનો ચોથી માર્ચે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે હારનારી ટીમ ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.