બલિદાનનો લોગો ધરાવતા મહેન્દ્રસિંહ ધોનીના કીપિંગ ગ્લોવ્ઝ ઉપર ICCએ પ્રતિબંધ મૂકી દીધો છે. આ મુદ્દે પ્રતિબંધ અટકાવવા BCCIએ પત્ર લખ્યો હતો પણ ICCએ ફગાવી દીધો હતો. તેમણે જણાવ્યું કે, ICC ઈવેન્ટમાં તેના નિયમોનો જ અમલ થશે. ધોનીના ગ્લોવ્ઝ નિયમની વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ધોનીના વિકેટકીપિંગ ગ્લોવ્ઝ પર ભારતીય સેનાના ‘બલિદાન’નો ખાસ લોગો જોવા મળ્યા બાદ આઈસીસીએ આ લોગોને હટાવવા માટે ક્રિકેટ બોર્ડને કહ્યું હતું પણ ધોનીએ લોગો હટાવવાની ના પાડી દીધી હતી. આ મુદ્દે આઈસીસીએ ભારતીય ક્રિકેટ બોર્ડને પત્ર લખ્યો હતો પણ બીસીસીઆઈએ જવાબમાં જણાવ્યું હતું કે, ધોનીએ તેના ગ્લોવ્ઝમાંથી બિલદાનનો લોગો હટાવવાની કોઈ જરૂર નથી. બીસીસીઆઈની પ્રશાસકીય સમિતિના ચીફ વિનોદ રાયે કહ્યું હતું કે અમે ધોનીના વિકેટકીપિંગ ગ્લોવ્ઝ પર ભારતીય સેનાના ‘બલિદાન’નો ખાસ લોગો મૂકવા માટે આઈસીસીની પરવાનગી માટે પહેલાં જ પત્ર લખી ચૂક્યા છીએ. બીજી બાજુ આઈસીસી દ્વારા એક લોગો નિયમની પણ દલીલ કરવામાં આવી છે. આઈસીસીના નિયમો પ્રમાણે વિકેટકીપિંગ ગ્લોવ્ઝ ઉપર માત્ર એક જ સ્પોન્સરનો લોગો રાખી શકાય છે. આ સાથે જ મેદાનમાં ધાર્મિક કે રાજકીય સંદેશ જવાની શક્યતા છે, જે અયોગ્ય છે.