હેન્ડસેટ ઉત્પાદકોની લોબી ઇન્ડિયન સેલ્યુલર એસોસિયેશન (આઇસીએ)એ એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે પગલાં લેવા વાણિજ્ય મંત્રાલયને જણાવ્યું છે. આઇસીએનો આરોપ છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા એફડીઆઇના નિયમોનો ભંગ થાય છે. ઇ-કોમર્સ કંપનીઓ પાર્ટનર કંપનીઓ મારફત પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે મોબાઇલ ફોન અને અન્ય પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપે છે.