-
સોનાના દાગીના જવેલરીની બ્રાંડ જોઇને ખરીદતા ગ્રાહકોને લુંટાતા બચાવવા ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશ (ઇબ્જા)એ “મિસ કોલ આપો અને સોનાના સાંકેતિક ભાવ જાણો” પંચ લાઈન સાથે એક મોબાઈલ એપ નંબર ૮૯૫૫૬૬૪૪૩૩ સ્થાપિત કરીને અભિયાન શરુ કર્યું છે. એક આર્થિક અખબારના દિવાળી અંક-૨૦૧૮માં આ સંદર્ભની વિસ્તૃત માહિતી લેખ છપાયા પછી ગ્રાહકો તરફથી ઉઠેલી ફરીયાદોએ અમને જાગૃત કર્યા હતા, એમ ઇબ્જાના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું. અમારી યોજના બુલિયન અને જ્વેલરી વ્યવસાયમાં પારદર્શક્તા લાવવાની છે. દેશભરના નાના નાના જવેલરોએ અમારા અભિયાનને બિરદાવ્યું છે.
બ્રાન્ડનેમ ધારી અસંખ્ય મોટા જવેલરો આજે પણ હોલમાર્કિંગવાળા સોનાને બદલે પોતાની બ્રાન્ડને જ ગ્રાહકોમાં પ્રમોટ કરી રહ્યા છે. ટૂંકમાં આવા બ્રાંડ નામધારી જવેલરોએ બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)માં નોંધણી નથી કરાવી. ગ્રાહકોને તેઓ પોતે જ હોલમાર્કિંગ હોવાનું કહે છે. દેશભરમાંથી માત્ર ૨૫૦૦૦ જવેલરો જ હોલમાર્કિંગ સર્ટિફીકેશન ધરાવે છે. બ્રાંડ નામધારી જવેલરો ૨૨ કેરેટના લગડી, દાગીના કે સિક્કાના ભાવ ૧૦ ગ્રામ દીઠ ઇબ્જાના સત્તાવાર સાંકેતિક ભાવ સામે ગ્રાહકો પાસેથી માત્ર બ્રાન્ડના નામે ૧૫થી ૧૭ ટકા વધુ રૂ. ૩૦૭૭૫ સામે રૂ. ૩૩૦૦૦થી ૩૮૦૦૦ જેટલા ઊંચા લઇ રહ્યા છે.