વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલની બેઠક પર ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરૂદ્વસિંહ જુથે ટિકિટનો દાવો કરતા હાલ ગોંડલ વિધાનસભાની બેઠક સૌથી સંવેદનશીલ બની રહી હોવાનો રિપોર્ટ ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા અપાયો છે. જે અનુસંધાનમાં ચૂંટણીપંચે ગુજરાત પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં બંમણો બંદોબસ્ત ગોઠવવા માટે તાકીદ કરી છે.ગોંડલ વિધાનસભા પર હાલ જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ધારાસભ્ય છે. પરંતુ, હવે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ જયરાજસિંહ જાડેજાના પુત્રને ફાળવવા માટે માંગણી કરવામાં આવી છે.