રાજકોટમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ટીપ્પણીને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા તમામ મોરચે વિરોધ શરૂ થયો છે. જેમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાની ટિકીટ બદલવાની માંગણી કરવાની સાથે સમગ્ર રાજ્યમાં મતદાન સમયે સમાજની તાકાતનો પરચો બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. જેના પગલે સ્ટેટ આઇબીને સ્થાનિક સ્તરે તપાસ કરી હતી. જેમાં ચૂંટણીમાં નકારાત્મક અસરનો રિપોર્ટ મળતા ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો અને સોશિયલ મિડીયા પર નજર રાખવા માટે આઇબીને સુચના આપવામાં આવી છે.