દિલ્હીમાં નવી ભાજપ સરકાર હેઠળ અમલદારશાહીમાં પ્રથમ મોટા ફેરફારમાં 2008 બેચના IAS અધિકારી મધુ રાની તેવટિયાને મુખ્યમંત્રી રેખા ગુપ્તાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરબદલ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના હેઠળના સેવા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, તેવટિયા અગાઉ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ હેલ્થ ઓથોરિટીમાં વધારાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. દિલ્હી સરકારના સેવા વિભાગ દ્વારા જારી કરાયેલા ટ્રાન્સફર ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, 2011 બેચના AGMUT કેડરના IAS અધિકારીઓ સંદીપકુમાર સિંહ અને રવિ ઝા મુખ્યમંત્રીના વિશેષ સચિવ તરીકે સેવા આપશે