હરિયાણાના ચર્ચિત IAS અધિકારી અશોક ખેમકાની ફરીથી ટ્રાન્સફર થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે, ખેમકાની 27 વર્ષની કેરિયરમાં તેમની 52મી ટ્રાન્સફર છે. 1991ની બેચના આઇએસ અધિકારી અશોક ખેમકા રોબર્ટ વાડ્રા અને ડીએલએફની જમીન ડીલને રદ્દ કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. કેટલીય વખત તેમની ટ્રાન્સફર એવી જગ્યાએ પણ થઇ ચૂકી છે જ્યાં જુનિયર ઓફિસરને મોકલવામાં આવતા હોય છે.
તેમને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના પ્રધાન સચિવ તરીકે નિમાયા છે. અત્યાર સુધી તેઓ કેબિનેટ મંત્રી અનિલ વિજના રમત અને યુવા કાર્યક્રમ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી (એસીએસ) હતા.
આ અંગે ખેમકાએ કહ્યું હતું કે, સરકાર કોઇપણ પાર્ટીની રહે તેમને દર વખતે પોતાની ઇમાનદારીની સજા ભોગવવી પડે છે.