આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભર્યા પછી સોમવારે ગુમ થયેલા ભારતીય વાયુસેનાના AN-32 વિમાનની હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી. જણાવી દઈએ કે વાયુસેનાએ સર્ચ ઓપરેશનમાં આર્મીના ગ્રાઉન્ડ ફોર્સની પણ મદદ લીધી છે. વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે, 'અમુક રિપોર્ટ્સ પ્રમાણે ક્રેશ સાઈટ વિશેની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ પ્રકારનો મલબો મળ્યો નથી.' મહત્વનું છે કે ગુમ થયેલા આ વિમાનના સર્ચ ઓપરેશનમાં નેવીનું સ્પાઈ એરક્રાફ્ટ અને ઈસરોના સેટેલાઈટ પણ જોડાયા છે.