પઠાણકોટ એરબેઝ પરના હુમલા માટે એર ફોર્સે કરાવેલી તપાસ(કોર્ટ ઓફ ઈન્ક્વાયરી)માં સલામતીમાં રહેલી ઉણપો બહાર આવી. પાંચ દિવસ ચાલેલા આ ઓપરેશનમાં સાત જવાનોએ જીવ ગુમાવેલા. હુમલા અંગે ઈન્ટેલિજન્સના ઈનપુટ છતાં તે રોકી શકાયો નહીં. તપાસ કહે છે કે ગાર્ડ પોસ્ટને બરાબર મેઈન્ટેન કરાઈ નહોતી અને ફ્લડ લાઈટ બરોબર કામ કરતી ન હતી.ગરુડ કમાન્ડોની પણ પુરતી તૈયારી ન હતી.