આજે દેશભરમાં એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે બે મોટી જાહેરાતો કરવામાં આવી છે. આમાં પહેલી જાહેરાત એ છે કે ભારતીય વાયુસેનામાં નવી ‘વેપન સિસ્ટમ બ્રાન્ચ’ બનાવવામાં આવશે. આ સિવાય બીજી જાહેરાત કરવામાં આવી છે કે આવતા વર્ષથી મહિલા અગ્નિવીરોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. વાયુસેના દિવસના અવસર પર ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ શનિવારે આ બંને જાહેરાત કરી છે. એરફોર્સ ડે નિમિત્તે ચંદીગઢમાં ફુલ ડે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.