ભારતને અત્યારે ફાઈટર જેટ્સની ઓછપ રહી છે. ચીન અને પાકિસ્તાન બંને તરફથી ભીતિ હોવાને લીધે આપણી પાસે ઓછામાં ઓછી ૪૨ સ્ક્વોડન્સ હોવી જોઇએ તેને બદલે અત્યારે આપણી પાસે માત્ર ૩૧ સ્ક્વોડ્રન્સ જ છે તેમ એર ચીફ માર્શલ એ.પી.સિંહે અહીં યોજાયેલા એક પરિસંવાદમાં જણાવ્યું હતું. આ સાથે તેઓએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અત્યારે ફાઈટર જેટ્સનાં ઉત્પાદનની પણ ગતિ ધીમી રહી છે તે પણ ચિંતાજનક છે.