ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર હળવા અંદાજમાં પ્રહાર કરતા કહ્યું કે તેમણે ચૂંટણી જીતવાનો મારો રેકોર્ડ ખરાબ કરી દીધો. સક્રિય રાજનીતિમાં જવાનો સંકેત આપી ચૂકેલા પ્રશાંતે એ પણ કહ્યું કે તે દેશની સૌથી જૂની પાર્ટી સાથે કામ કરશે નહીં. સમાચાર એજન્સી એએનઆઈના મતે તેમણે બિહારના (Bihar)વૈશાલીમાં કહ્યું કે 2011થી 2021 સુધી 10 વર્ષો સુધી હું 11 ચૂંટણીમાં જોડાયેલો રહ્યો અને ફક્ત એક ચૂંટણી હારી ગયો જે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે હતી. ત્યારથી મેં નિર્ણય કર્યો કે હું તેમની (કોંગ્રેસ) સાથે કામ કરીશ નહીં કારણ કે તેમણે મારો ટ્રેક રેકોર્ડ ખરાબ કરી દીધો છે.