કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુ-કાશ્મીરના જસરોટામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક બિમાર પડી ગયા હતાં. સ્ટેજ પર ભાષણ આપતા એકાએક કોંગ્રેસ અધ્યક્ષની તબિયત ખરાબ થઇ હતી.
જેના કારણે થોડા સમય માટે તેમનું ભાષણ અટકાવવાની ફરજ પડી હતી. અન્ય નેતાઓ તેમની પાસે આવી ગયા હતાં. તેમને થોડા સમય માટે સોફા પર બેસાડી દેવામાં આવ્યા હતાં.