કેજરીવાલે પડકાર ફેંક્યો છે કે જો ભાજપ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો સામેના તમામ કેસો પરત લઇ લે અને કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી જણાવે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા તમામ લોકોને તેમની જમીન પર જ મકાન બનાવી આપવામાં આવશે તો તે ચૂંટણી લડીશ નહીં.
દિલ્હીમાં ઝૂપડપટ્ટીના મતદારો અંગે શાબ્દિક યુદ્ધ શરૂ થઇ ગયું છે. ઝૂપડપટ્ટીઓમાં ૨૦ લાખ મતદારો રહે છે. જેમને આમ આદમી પાર્ટીના મતદારો માનવામાં આવે છે.