કોંગ્રેસના અધ્યક્ષ પદની લડાઈ હવે સાંસદ શશિ થરૂર અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે છે. ખડગે ગાંધી પરિવારની પસંદ હોવાનું અને તેઓ સતત આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે શશિ થરૂરે એક મહત્વનું નિવેદન આપ્યું છે. થરૂરના કહેવા પ્રમાણે તેઓ હવે અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી પાછીપાની નહીં કરે. તેઓ પોતાને સમર્થન આપનારા લોકો સાથે વિશ્વાસઘાત નહીં કરે.