પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવના કેટલાક કલાકો પહેલાં ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કરતા ફરી એક વખત તેમની સરકાર તોડી પાડવા માટે અમેરિકા પર દોષારોપણ કર્યું હતું. ઈમરાને કહ્યું કે હું પાકિસ્તાનમાં વિદેશી તાકતોથી ચાલતી કોઈ સરકાર ચાલવા નહીં દઉં. વધુમાં ઈમરાન ખાને ફરી એક વખત ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે, પાકિસ્તાન અને ભારત બંને એક સાથે આઝાદ થયા, છતાં ભારતે અસાધારણ પ્રગતિ કરી છે. આજે દુનિયાની કોઈપણ સુપર પાવર દેશ હિન્દુસ્તાન વિરુદ્ધ બોલવાની હિંમત નથી કરી શકતો.