ભારત જોડો યાત્રા પર નીકળેલા કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના મનપસંદ જીવનસાથીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાની જીવનસાથી તરીકે એવી છોકરી પસંદ કરશે, જેમાં તેમના દાદી ઈન્દિરા ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીના ગુણોનો સમાવેશ હોય. રાહુલ ગાંધીએ એક યુટયુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ જાણકારી આપી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના મનપસંદ જીવનસાથી વિશે પ્રથમ વાર માહિતી શેર કરતા જણાવ્યું કે, તેઓ માતા અને દાદીના ગુણો ધરાવતી કન્યા જોડે લગ્ન કરવા માંગે છે. રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરા ગાંધી વિશે જણાવ્યું કે, દાદી તેમના જીવનનો પ્રેમ હતી.દાદી ઈન્દિરા ગાંધી તેમની બીજી માતા હોવાનું તેમણે કહ્યું હતું.