સાંસદ સંજય રાઉતે કસ્ટડીમાં જતા પહેલા કોર્ટની બહાર બેસીને પોતાની માતાના નામે એક ભાવુક પત્ર લખ્યો હતો. આ પત્ર હવે સામે આવ્યો છે તેમાં તેમણે લખ્યું હતું કે, માં તારૂ ધ્યાન રાખજે. હુ જલ્દી પાછો આવીશ. જ્યાં સુધી ના આવું ત્યાં સુધી ઉદ્ધવ અને અસંખ્ય શિવસૈનિકો તમારા પુત્ર છે. જેવી રીતે તુ મારી માં છે એવી રીતે શિવસેના પણ અમારી બધાની માં છે. માંની સાથે દગો કરવાનો મારા ઉપર દબાણ હતું. સરકારની વિરૂદ્ધમાં ના બોલો, મોંઘુ પડશે આવી ધમકી આપવામાં આવી હતી. આવી ધમકીઓની હું પરવા નથી કરતો. તેથી હું આજે તારાથી દૂર છું.