પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાત્તામાં ટીએમસીની એક વિદ્યાર્થી રેલીને સંબોધન કરતા કેન્દ્ર સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો મારી સરકારના અધિકારીઓને કેન્દ્ર પરેશાન કરશે તો હું પણ ઈડી અને સીબીઆઈના અધિકારીઓ સામે રાજ્યમાં તપાસ કરાવીશ.
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના ઈશારે ઈડી અને સીબીઆઈ વિપક્ષના નેતાઓને પરેશાન કરે છે. પશ્વિમ બંગાળમાં પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓ સામે ઓછામાં ઓછા આઠ કેસ નોંધાયા છે. જો કેન્દ્ર મારા અધિકારીઓને દિલ્હી બોલાવશે તો હું પણ કેન્દ્રના અધિકારીઓને પશ્વિમ બંગાળમાં બોલાવીશ. રાજ્યમાં તૈનાત આઠ અધિકારીઓ સામે ચાલી રહેલા કેસમાં હું પણ તપાસ કરાવીશ.