હેમંત સોરેને ઇડી તેમની ધરપકડ કરે તે પહેલા ઝારખંડના મુખ્યમંત્રીનું પદ ચમ્પાઇ સોરેનને સોંપ્યું હતું, જોકે હવે જ્યારે ચંપાઇ સોરેન મુખ્યમંત્રી નથી રહ્યા ત્યારે તેઓ બળવો કરવાના ફિરાકમાં છે અને ગમે ત્યારે ભાજપમાં જોડાઇ તેવી અટકળો ચાલી રહી છે. ચમ્પાઇ સોરેન દિલ્હી પહોંચ્યા હતા, જોકે તેમણે કોઇ અન્ય પક્ષમાં જોડાવાની વાત સ્પષ્ટ નહોતી કરી પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે મારુ અપમાન થયું હતું. મારી પાસે ત્રણ વિકલ્પ ખુલ્લા છે. જ્યારે હેમંત સોરેને કહ્યું હતું કે ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદીને રાજ્યમાં સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહી છે.