બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાને પદભ્રષ્ટ કરવાને લઈને મોટા આરોપ લગાવવ્યા આવ્યા છે. હસીનાએ દાવો કર્યો કે, મને અને મારી નાની બહેન શેખ રેહાનાને મારવાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ આવામી લીગ પાર્ટીના ફેસબુક પેજ પર શુક્રવાર મોટી રાત્રે પોસ્ટ કરવામાં આવેલા ઓડિયો ભાષણમાં તેઓએ આ વાત કહી છે. શેખ હસીનાએ કહ્યું કે, 'રેહાના અને હું માંડ-માંડ બચ્યા હતાં. ફક્ત 20-25 મિનિટના અંતરથી અમારો જીવ બચી શક્યો છે.' નોંધનીય છે કે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં જોરદાર આંદોલન થયું હતું. મહિનાઓ સુધી ચાલેલું આ વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ બાંગ્લાદેશના તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન થયેલી હિંસામાં 600 થી વધારે લોકોની મોત થઈ ગઈ હતી.