મારું ચાલે તો હું ત્રણ વસ્તુઓને તોડી નાંખુ. ફિક્સ થાળી જેવી શિક્ષણ-પદ્ધતિ, ભાષણબાજી જેવી વર્ગ લેવાની પદ્ધતિ અને ગોખેલું ઓકી નાખવાની પરીક્ષા પદ્ધતિ. આ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો ડો.જ્યંતિ રવિએ. ડો. જ્યંતિ રવિ ગુજરાત સરકારમાં ઉચ્ચ અમલદાર છે. ગુજરાત વિશ્વકોશના વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે બે વર્ષે મોબાઈલ ટેકનોલોજી બદલાય છે, તો માણસને ઘડતી શિક્ષણ પદ્ધતિ કેમ ન બદલાય ?