ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ માટે જે ટિપ્પણી કરી તે ખૂબ જ ચર્ચામાં છે. ભાજપના મજબૂત નેતા તરીકેની છબિ ધરાવતા ગડકરીના શબ્દોમાં કોંગ્રેસ માટે હમદર્દી અને પ્રોત્સાહનનો ભાવ જોવા મળ્યો હતો.
એક કાર્યક્રમ દરમિયાન નિતિન ગડકરીએ જણાવ્યું કે, લોકશાહી માટે એક મજબૂત કોંગ્રેસની ખૂબ જ જરૂર છે. તેઓ ઈચ્છે છે કે, ચૂંટણીઓમાં સતત હારી રહેલી કોંગ્રેસ ફરી મજબૂત બને અને પાર્ટીના નેતાઓ નિરાશ થઈને પાર્ટી છોડીને ન જાય.