ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇએસએસ)માં ગયેલાં સુનિતા વિલિયમ્સ અનંત અંતરિક્ષનાં રહસ્યોનો અને આશ્ચર્યોનો આનંદ માણી રહ્યાં છે. આ રહસ્ય અને આનંદ એટલે એક દિવસમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્તનાં દર્શન. આપણે પૃથ્વીવાસીઓને તો એક દિવસમાં ફક્ત એક જ વખત સૂર્યોદયનાં અને સૂર્યાસ્તનો અનુભવ થાય છે.