લોકસભા ચૂટંણી હવે અંતિમ તબક્કામાં છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત ઈન્ડિયા ગઠબંધન પર જોરદાર હુમલો કરતા તેમના પર વોટ બેન્કને ખુશ કરવાનો આક્ષેપ કર્યો છે. બિહારના પાટલિપુત્ર, કારાકાટ અને બક્સર સંસદીય ક્ષેત્રમાં અલગ અલગ રેલીઓને સંબોધન કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ મુસ્લિમ વોટ બેન્ક માટે ગુલામી અને મુજરા કરી રહી છે. આ સાથે તેમણે વિપક્ષ પર વડાપ્રધાનની ખુરશી માટે મ્યુઝિકલ ચેર રમતા પાંચ વર્ષમાં પાંચ પીએમ બનાવવાની યોજનાનો આક્ષેપ કર્યો હતો.