અજીત પવારે આજે (રવિવારે) ધડાધડ ટ્વિટ કરી બધાને ચોંકાવી દીધા છે. હવે તેમણે એક એવું ટ્વીટ કર્યું છે જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. તેમણે લખ્યું કે હું NCPમાં જ છું અને શરદ પવાર જ અમારા નેતા છે. એટલુ જ નહીં તેમણે આગળ ઉમેરતા કહ્યું કે, ભાજપ-NCPની ગઠબંધન સરકાર રાજ્યમાં આગામી 5 વર્ષ માટે સ્થિર સરકાર આપશે. જણાવી દઈએ કે આ અગાઉ તેમણે રવિવારે PM મોદીનો આભાર વ્યક્ત કરતુ ટ્વીટ કર્યું હતું.