દિલ્હી પોલીસે શનિવારે ઉત્તર-પૂર્વ દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં દિલ્હીની સરકારી શાળાના ગેટ પર લગાવેલા ‘આઈ લવ મનીષ સિસોદિયા’ બેનરના સંબંધમાં એફઆઈઆર નોંધી છે.
સ્થાનિક રહેવાસીઓએ શુક્રવારે સવારે બેનર લગાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સ્થાનિક રહેવાસી દિવાકર પાંડેએ કરી હતી. આના પછી દિલ્હી પોલીસે શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશનમાં દિલ્હી ડિફેસમેન્ટ ઑફ પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ કેસ નોંધ્યો છે.