રોકેટ વર્ષા થઈ તેમાં ૫૦૦ થી વધુ લોકોનાં મૃત્યુ થયાં. હમાસે તે હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠરાવ્યું છે. જયારે ઇઝરાયલ કહે છે કે તે હુમલો તેણે નથી કર્યો. ત્યારે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ એકસ પોસ્ટ પર લખ્યું, હોસ્પિટલોમાં થતા હુમલા બાળકોની હત્યા, નાગરિકોને ભોજન, પાણી અને દવાઓની આપૂર્તિમાં રુકાવટ. ગાઝામાં જે ભયાનક થઈ રહ્યું છે તેની નિંદા કરવા મારી પાસે પૂરતા શબ્દો નથી. એક મહિલા અને એક માનવી તરીકે પણ મને શરમ આવે છે કે દુનિયા આ ઉપરાધોને આટલી બેફીકરાઈથી ચલાવી લે છે.