વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના પર્વે નવી દિલ્હીમાં 7066 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં અને 131 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ‘ગરવી ગુજરાત ભવન’નું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ આનંદિબેન પટેલ સહિત ઘણા મંત્રીઓ અને મહાનુભાવો અને આમંત્રિતો સાંજે 7 કલાકે પ્રધામંત્રીશ્રીના હસ્તે થનારા આ ઉદ્ધાટન વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
‘ગરવી ગુજરાત ભવન’નાં ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીએ કહ્યું કે, હું ગુજરાત સરકારનો ખાસ આભાર માનવા માગુ છે કે, સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીએ એવું પણ કહ્યું કે, ગુજરાતના કેટલાક મહાનુભાનો અહીં આવેલા છે જેમની સાથે 15 વર્ષ બાદ મુલાકાત થઇ રહી છે. સૌપ્રથમ PM મોદીએ ગણેશ ચતુર્થી તથા મિચ્છામી દુક્કમડ જેવા તહેવારો પર શુભકામના પાઠવી હતી. તેઓએ કહ્યું કે ગુજરાત, દેશ અને હવે દુનિયાના લોકોને મારા ‘મિચ્છામી દુક્કડમ’.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું જ્યારે CM હતો ત્યારે મારો એક જ રૂટીન હતો કે હું જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરું છું તે જ પ્રોજેક્ટનું ઉદ્ધાટન મારા હાથે કરું છું. છેલ્લા કેટલાક સમયથી સરકારી કર્મચારીઓમાં સમયસર કાર્ય પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.