રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. મીટિંગ બાદ અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડે. આ સાથે તેમણે રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી રાજકીય ઘટનાક્રમ માટે સોનિયા ગાંધીની માફી પણ માગી છે