બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે એક નિવેદનમાં કહ્યું હતું કે લાઉડસ્પીકર જેવા નોનસેન્સ મુદ્દે મારે વાત નથી કરવી. બિહારની સરકાર ધાર્મિક બાબતોમાં દખલગીરી કરવાનું યોગ્ય ગણતી નથી.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને એક કાર્યક્રમ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે બિહારની સરકાર પણ ગેરકાયદે ચાલતા લાઉડસ્પીકર સામે પગલાં ભરશે? જવાબમાં નીતીશ કુમારે કહ્યું હતું કે લાઉડસ્પીકર જેવા નોનસેન્સ વિવાદ મુદ્દે મારે વાત નથી કરવી. બિહારની સરકાર લોકોની ધાર્મિક ભાવનાઓમાં દખલ કરવાનું પસંદ કરતી નથી. નીતીશની ટીપ્પણી એવા સમયે આવી છે, જ્યારે બિહારના ભાજપના નેતાઓ સરકારને સલાહ આપી રહ્યા છે કે બિહારની સરકારે યોગી સરકારની જેમ પગલાં ભરવાની જરૃર છે.