ઉત્તર પ્રદેશના મેરઠમાં પત્ની દ્વારા પતિની ઘાતકી રીતે હત્યાની ઘટનાની હાલ દેશભરમાં ભારે ચર્ચા થઇ રહી છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના 15 ટુકડા કરી નાખ્યા હતા. એટલું જ નહીં બાદમાં બંને આરોપીઓએ મળીને પતિના શરીરના આ ટુકડાને પ્લાસ્ટિકના ડ્રમમાં નાખ્યા અને બાદમાં તેના પર સિમેન્ટ ભરીને તેને સીલ કરી દીધુ હતું. મૃતક પતિ મર્ચન્ટ નેવીમાં ઓફિસર તરીકે કામ કરતો હતો. હાલ પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમી બંનેની ધરપકડ કરી લીધી છે.