ભારત જોડો યાત્રા પર નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું હતું કે, આરએસએસ અને ભાજપને તે પોતાના ગુરુ માને છે. તેઓ મને સારી તાલિમ આપી રહ્યા છે. તેમના આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો હતો. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધીને કહ્યું કે તમે ભાજપને ગુરુ માનતા હોવ તો તમારે નાગપુર જવું જોઈએ.
દેશમાં અલગ અલગ ધર્મો-સમાજો વચ્ચે નફરત ફેલાવાઈ રહી છે તેવા આક્ષેપો સાથે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે શરૂ કરેલી ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી નવી દિલ્હી પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક અંગે કોંગ્રેસે ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્ર અંગે સુરક્ષા એજન્સીઓ તરફથી પણ જવાબ આવી ગયો છે, જેમાં જણાવાયું છે કે રાહુલ પોતે પ્રોટોકોલ તોડે છે.