ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શમી ગયાને દસ દિવસ થઈ ગયા છે અને મતદાન પૂરું થઈ ગયાને પણ સાત દિવસ થવા આવ્યા છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી પર ચૂંટણીમાં પ્રચાર કરવા પર બીજી મેથી ત્રણ દિવસ માટેનો પ્રતિબંધ લગાવ્યો છે. ગુજરાતની બહાર ભાજપના નેતા તરીકે મોટી ઓળખ જ ન ધરાવતા જિતુ વાઘાણી પર પ્રતિબંધ મૂકીને ચૂંટણી પંચ પોતે તટસ્થ હોવાનો દંભ કરી રહ્યું છે. વાસ્તવમાં છતાંય મોડેમોડે જાગેલા ચૂંટણી પંચે તેમને પ્રચાર કરવા પર ૭૨ કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચની આ કવાયત હાસ્યાસ્પદ અને ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળું મારવા જેવી છે. ચૂંટણી પંચના આ પ્રકારના નિર્ણયો લોકનજરમાં ચૂંટણી પંચની ગરિમાને હાની પહોંચાડનાર સાબિત થાય છે. દેશનું ચૂંટણી તટસ્થ હોવાનો દેખવા કરવામાં વિવેકભાન ભૂલીને નિર્ણય લે છે તેનો આ બોલતો પુરાવો છે.