ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ અને પોતાના કાકાના પુત્ર વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાવા અંગેની ખબર ઉપર રાહુલ ગાંધીએ ફરી એકવાર સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, 'હું તેને મળી શકું છું તેને ગળે લગાડી શકું છું, પરંતુ પરંતુ મારી વિચારધારાને તેની વિચારધારા સાથે મેળ નથી પડતો.
હોશિયારપુરમાં વરુણની કોંગ્રેસમાં એન્ટ્રી અંગે જયારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખને પત્રકારોએ પુછયું ત્યારે તેઓએ આ પ્રમાણે કહેતાં જણાવ્યું હતું કે, 'હું તેની વિચારધારાને સ્વીકારી શકું તેમ નથી. તે સંભવિત જ નથી. મારો પોઇન્ટ વિચારધારાની લડાઈ અંગેનો છે.