મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન કોને બનાવવા એ નિર્ણય ભારતીય જનતા પક્ષ તરફથી જ લેવામાં આવશે અને એ નિર્ણયને શિરોમાન્ય ગણી હું પૂરેપૂરો ટેકો આપીશ એમ રાજ્યના કેરટેકર મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મહાયુતીના ઘટકપક્ષો વચ્ચે મતભેદની અટકળોનો છેદ ઉડાડતા જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે શિવસેનાને ગૃહ ખાતું મળે કે શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવાય તે અંગે સાથી પક્ષો સાથે ચર્ચા ચાલી રહી છે.